ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં કોન્ટ્રાક્ટ રિન્યૂ ન થતા કોન્ટ્રાક્ટ પરના એક પૂર્વ કર્મચારીએ આતંક મચાવ્યો હતો. હાથમાં ડંડો લઈને આવેલા આ શખ્સે વિભાગના HODનો પીછો કર્યો હતો, જેના કારણે HOD જીવ બચાવવા ડીનની ઓફિસમાં ભાગ્યા હતાં. ત્યારબાદ ઉશ્કેરાયેલા પૂર્વ કર્મચારીએ HODની ઓફિસ, અન્ય ત્રણ કેબિન, લેબ અને અધ્યાપકની કારના કાચ ફોડી નાખીને ભારે તોડફોડ કરી હતી.