દુંદાળાદેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવ ત્યારબાદ ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે આજે બપોરના અરસામાં પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દૂ અને મુસ્લિમ આગેવાનો સહિત સામાજિક અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા આગેવાનોને તહેવાર શાંતિ ભર્યા વાતાવરણમાં સંપન્ન તેવી અપીલ કરવામાં આવી હતી.