વ્યારા તાલુકાના નાની ચીખલી ગામે એપ્રોચ ધોવાઈ જતા મરામત શરૂ કરાઈ.તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામે મીંઢોળા નદી પર ખેડૂતોની આવન જાવન માટે તંત્ર દ્વારા કોઝવે કમ પુલ બનાવવામાં આવ્યો હતો.જેનો એપ્રોચ ધોવાઈ જતા લોકોની સમસ્યામાં વધારો થયો હતો.જોકે તંત્ર દ્વારા ગુરુવારના રોજ 12 કલાકે મરામતની કામગીરી શરૂ કરવામાં આવી હતી.જેને લઈ લોકોએ રાહત અનુભવી હતી.