આજે બપોરે 12 વાગ્યે સાવરકુંડલાના સામાજિક કાર્યકર જગદીશ ઠાકોરે એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.સાવરકુંડલા તાલુકાના વિજયાનગર–ગાધકડા રોડની હાલત છેલ્લા દિવસોમાં ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આ રસ્તો ગુજરાતના સ્વ. પૂર્વ કૃષિ મંત્રી વિવિધ વઘાસિયા સાહેબના કાર્યકાળ દરમિયાન બનાવાયો હતો, પરંતુ હાલમાં તેની સ્થિતિ કંગાળ બની ગઈ છે. ખાડા, તૂટી ગયેલી સપાટી અને અસ્તવ્યસ્ત માર્ગને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.