ચોટીલા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ નેશનલ હાઇવે તેમજ જાહેર રસ્તાઓ ઉ૫ર અડચણ કરતા ગાય, આંખલા, ખુંટીયા વિગેરે ઢોરને તાત્કાલીક દુર કરવા ચીફ ઓફીસરશ્રી ચોટીલાને ફરમાવતો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૫૨ મુજબનો હુકમ બહાર પાડયો.તારીખ : ૦૭/૦૯/૨૦૨૫ ના રોજ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી.મકવાણા નાઓને ફેરણીના દિવસો દરમ્યાન ચોટીલા નેશનલ હાઇવે ૪૭ ઉ૫ર તેમજ જાહેર રસ્તાઓ ઉ૫ર ઢોર અડચણ કરતા હોવાનું ઘ્યાને આવતા હુકમ કર્યો છે