સાવલી તાલુકાના રાણીપુરા ગામે રહેતા રાકેશભાઈ રાઠોડ તા.24 ઓગસ્ટ રવિવારના રોજ રાત્રે 10 કલાકે હાલોલ જીઆઈડીસીમા ડ્રાઈવરની નોકરી કરી પરત પોતાના ઘરે રાણીપુરા જઈ રહ્યા હતા દરમ્યાન હાલોલની HNG ગ્લાસ કંપની પાસે રોડ પર અચાનક ગાય આવી જતા રાકેશભાઈએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા તેઓ રોડ પર ફગોડાઈ ગયા હતા જ્યારે તેઓને અક્સ્માત સર્જાતા તેમણે માથામાં તેમજ હાથમાં ઈજાઓ પહોંચી હતી અને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી