સાવરકુંડલા અને લીલીયા પંથકના વતનીઓએ સુરત માટે દૈનિક એ.સી. સ્લીપર અથવા વોલ્વો બસ સેવા શરૂ કરવા માટે માંગણી કરી છે. મોટી સંખ્યામાં લોકો સુરત શહેરમાં વસવાટ કરતા હોવાથી પ્રવાસની સુવિધા વધારવા આ રજૂઆત કરવામાં આવી છે.આ સેવા શરૂ થશે તો હજારો પ્રવાસીઓને મોટી રાહત મળશે અને તેમને આધુનિક તેમજ આરામદાયક મુસાફરીની સુવિધા ઉપલબ્ધ થશે.