ડાંગર કોલેજના વિદ્યાર્થીની આત્મહત્યાના મામલે કોલેજના ડાયરેક્ટરે જે વિદ્યાર્થી પર આક્ષેપો કર્યા છે તે વિદ્યાર્થી હરેશ જોગરાજીયાએ આજે બપોરે 2:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ આક્ષેપો તદ્દન ખોટા છે .તેને ફસાવવામાં આવી રહ્યો છે. ડાંગર કોલેજમાં વર્ષોથી આવા કૌભાંડો ચાલે છે.અહીં પૈસાથી જ દરેક કામ થાય છે આ ઉપરાંત ,તેણે ધર્મેશ પાસેથી રૂપિયા 7,000 લીધા હોવાનું સ્વીકાર્યું હતું પરંતુ તે પૈસા તેણે ધર્મેશને પરત આપ્યા હોવાનું પણ કહ્યું હતું.