ખંભાળિયામાં સગીરા પર દુષ્કર્મના ગંભીર કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના કરણ ભગવાનસિંહ ઉર્ફે નન્નુસિંહ રાજપુતે 10 નવેમ્બર 2023ના રોજ સગીરાનું અપહરણ કર્યું હતું. આરોપીએ સગીરાને લલચાવીને તેના વતન લઈ જતી વખતે બસમાં દુષ્કર્મ આચર્યું હતું.