પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણી અધ્યક્ષ સ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી હતી.જેમાં પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ વિવિધ મંજૂર થયેલા પ્રોજેક્ટ માટેની જમીન ફાળવણી, કુછડી, કાટેલા સહિતની સ્કુલોમાં જરૂરી સુવિધાઓ ઉભી કરવા, વિવિધ ગામોના નવા ગામતળ મંજુર કરવા સહિતના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પડતર પ્રશ્નો અંગે સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું