શહેરના નળસર્કલ પાસે રહેતા સુરેશ પ્રીતમલાલ દવે (ઉ.વ. ૫૩) એ પોતાની કેબલની ઓફિસમાં આપઘાત કરી લીધો. હતો. એ ડીવીઝન પોલીસના જણાવ્યા પ્રમાણે શ્રીનાથજી હવેલીની બાજુમાં હનુમાન શેરી ખાતે આવેલી પોતાની ઓફીસમાં આ પગલું ભરી લીધું હતું. ગતરોજ બપોરે ચાર વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી.