જામનગરના શહેરમાં રહેતી એક સગીરા પર એક શખ્સ કે જેણે આશરે દોઢ વર્ષના સમયગાળા દરમિયાન પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. ભોગ બનનારની માતાને સમગ્ર બનાવની જાણ થતાં બે-ત્રણ દિવસ પહેલા આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને સગીરાની માતા દ્વારા દુષ્કર્મ ગુજારનાર સામે ફરિયાદ નોંધાવી હતી.