સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ગઈ કાલે વરસાદી ઝાપટા બાદ શહેરના નગરજનોને ગરમીથી રાહત મડું4 છે. પરંતુ સેકટર 19માં ખાડા પડવાથી હજુ સુધી નગરજનોને રાહત મળી નથી. સેકટર 19માં ગઈ કાલે મનપા દ્વારા આ ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે આ ખાડો ફરી રોડ વચ્ચે જોવા મળતા સ્થાનિકોમાં અલગ અલગ ચર્ચાઓ જોવા મળી રહી છે. સ્થાનિકો મનપાની ઢીલી કામગીરી ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે.