વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ તથા પ્લેસમેન્ટ સેલ, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સરકારી વિજ્ઞાન કોલેજના કેમ્પસમાં પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે રોજગારની તકો પ્રાપ્ત કરવામાં સહાયરૂપ થવાનો હતો.આ કેમ્પમાં જાણીતી કંપની એલ.આઇ.સી. ઑફ ઇન્ડિયા વેરાવળ, એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ વગેરે જોડાયા હતા. કંપનીના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓની ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરી હતી તથા રોજગાર માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.