હાલોલ તાલુકામા મધ્ય ગુજરાત વીજ કંપનીના અનગઢ વહીવટ સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.પાછલા બે મહિનાથી ખેતીની વીજ લાઇન બંધ રહેતાં ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.હાલોલ તાલુકાના માંડવી, ટીંબી, સુલતાનપુર, રાધનપુર, ખૂંદપીર, છાજ અને દિવાળી વિસ્તારોના ખેડૂતો ખેતી માટે વીજ પુરવઠો ન મળતા આજે બુધવારે સવારે મોટી સંખ્યામાં હાલોલ MGVCL કચેરીએ ઉગ્ર રજૂઆત કરવા પહોંચ્યા હતા.