જામનગર જિલ્લામાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે સસોઈ ડેમ છલકાયો. ભારે વરસાદ બાદ ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતાં હાલ 100 ટકા ક્ષમતા સાથે ઓવરફ્લો થઈ રહ્યો છે. આ ડેમમાંથી આશરે 21 ગામોને પીવાનું પાણી તથા 15 જેટલા ગામોને સિંચાઈ માટે પાણી પુરું પાડવામાં આવે છે. ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે.