This browser does not support the video element.
તાલાલા પોલીસે ફેમિલી કોર્ટના પકડ વોરંટના નાસતા ફરતા ઇસમને ગુંદરણ ચોક ખાતેથી પકડી જેલ હવાલે કર્યો
Veraval City, Gir Somnath | Sep 3, 2025
તાલાલા પોલીસે ફેમેલી કોર્ટ વેરાવળના સજા વોરંટના કામે નાસતા-કરતા આરોપીને પકડી જુનાગઢ જીલ્લા જેલ હવાલે કર્યો.તાલાલા પોલીસે સ્ટેશનના પીઆઇ જે.એન.ગઢવીએ આરોપીને શોધી જેલ હવાલે કરવા સુચના આપેલ હોય જે અન્વયે પો.હેડ.કોન્સ આર.વી.પરમાર,રજનીભાઈ દેદાભાઈ મોરી, નિર્મળસિંહ હરસુરસિંહ સિસોદીયાએ ટેક્નિકલ સોર્સ તથા ચોક્કસ બાતમી હકીકતના આધારે આરોપીને તાલાલા ગુંદરણ ચોક ખાતેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી જુનાગઢ જીલ્લા જેલ હવાલે કરેલ છે.