મૂળ બિહાર અને અંકલેશ્વરના સારંગપુર ગામની આત્મીય સોસાયટીમાં રહેતા 46 વર્ષીય ભીમ પરશુરામ યાદવ ગત તારીખ-12મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કોહીઝોન કંપનીમાં નોકરી ઉપર ગયા હતા તે દરમિયાન તેઓની અચાનક તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર અર્થે બી.એ.પી.એસ.હોસ્પિટલમાં અટલાદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ભીમ યાદવનું કરુણ મોત નીપજ્યું હતું.બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.