માંગરોળ તાલુકા ના મોસાલી ચાર રસ્તા ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદભાઈ ચૌધરી ની ઉપસ્થિતિમાં તાલુકા કોંગ્રેસ ની કારોબારી સભા યોજાઈ હતી માંગરોળ તાલુકા કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ વિરેન્દ્રસિંહ ખેર ની આગેવાની હેઠળ આ કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંગરોળ તાલુકા કોંગ્રેસ સંગઠન માળખાના અન્ય હોદ્દેદારો ની નિમણૂક તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી