ખેરગામ પોલીસ ના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળી હતી કે ખેરગામ ખાતેથી creta ફોરવીલર ગાડી નંબર gj 15 cf7479 માં પ્રોહી મુદ્દા માલ વહન થઈ રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે કાર આવતા જેને રોકી જેમાંથી તલાસી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂ બાટલીઓ કુલ નંગ 828 જેની કિંમત ₹2,52,360 નો મુદ્દામાલ સાથે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે કાર સહિત 7,54,360 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે અને વધુ તપાસ ખેરગામ પોલીસ કરી રહી છે.