અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમના મેળા માટે યાત્રિકોની સુવિધા માટે ઓનલાઇન નિશુલ્ક પાર્કિંગ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે જેમાં યાત્રિકો ઓનલાઇન વિગતો ભરીને પોતાની પાર્કિંગ ટિકિટ ક્યુઆર કોડ અને લોકેશન સાથે મેળવી શકશે ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકોને પાર્કિંગની સુવિધાઓ નો પૂરો લાભ મળે તે માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે