તમે જાણો છો એ રીતે કે ક્રાંતિ એ જ હંમેશા અમારો ઉદ્દેશ હોય છે. લોકમાન્ય તિલકે દેશના આઝાદી અભ્યાન સ્વરૂપે મહારાષ્ટ્રમાં ગણેશ સ્થાપનાની શરૂઆત કરી હતી. સંસ્કૃતિ, પરંપરા અને ધર્મ સાથે એક નવી ક્રાંતિની શરૂઆત.આ લોકમાન્ય તિલકની વિચારધારાને આગળ ધપાવતા અમે છેલ્લા ઘણા વર્ષોથી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને આ વર્ષે પણ સમગ્ર ગુજરાતમાં એકમાત્ર સંપૂર્ણ ભીની માટીની ઈકોફ્રેન્ડલી મુર્તિ માત્ર સરદાર પટેલની ધરતી વલ્લભ વિદ્યાનગર ખાતે સ્ટ્રાઇકર પરિવારમાં સ્થાપવામાં આવી