આણંદ જિલ્લામાં એક દિવસના વિરામ બાદ પુનઃ વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ છે.સોમવારે આણંદ અને બોરસદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પંચમહાલ અને આણંદમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.આગામી કલાકોમાં આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને લઇ વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે.