તારાપુર સહિત આણંદ જિલ્લામાં આ વર્ષે કુલ 1,19,821 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે.મહત્વનું છે કે અત્યાર સુધી આણંદ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ચોમાસુ સફળ ગયું હોય ડાંગરનો સારામાં સારો ઉતારો મળશે.તેમ ધરતી પુત્રો આશાવાદ રાખી રહ્યા છે.આણંદમાં 7767, આંકલાવમાં 2,788, બોરસદમાં 16,516, ખંભાતમાં 34,963 પેટલાદમાં 13,745, સોજીત્રામાં 12,224 તારાપુરમાં 24,684 ઉમરેઠમાં 6934 એમ કુલ મળી 1,19,821 ફેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરાયું છે.