પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ-રાજકોટ દૈનિક પેસેન્જર ટ્રેનને આદ્રી રોડ સ્ટેશન પર વધારાનો ઠેરાવ આપવામાં આવ્યો છે.આ સુવિધા તાત્કાલિક અસરથી અમલમાં આવી ગઈ છે.ટ્રેન નં.59422 વેરાવળ-રાજકોટ દૈનિક પેસેન્જરનું આદ્રી રોડ સ્ટેશન પર આગમન સમય સવારે 04:54 વાગ્યે અને પ્રસ્થાન સમય સવારે 04:55 વાગ્યે રહેશે.પાછા ફરતી ટ્રેન નં. 59421 રાજકોટ-વેરાવળ દૈનિક પેસેન્જરનું આદ્રી રોડ સ્ટેશન પર આગમન સમય રાત્રે 22:17 વાગ્યે અને પ્રસ્થાન સમય 22:18 વાગ્યે રહેશે.