હિંમતનગર શહેરના મોતીપુરા ખાતે ગઈ કાલે પોલીસ કર્મચારીઓ ટ્રાફિક ડ્રાઇવમાં હતા એ દરમિયાન આર્મી જવાન કાર સાથે પસાર થઈ રહ્યો હતો જોકે આર્મી જવાનની કારના કાચ પર ફિલ્મ લગાવેલ હતી જે બાબતે પોલીસ અને આર્મી જવાન વચ્ચે બોલાચાલી બાદ જપા જપી થઈ હતી અને બાદમાં પોલીસ કર્મીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જોકે આર્મી જવાનની ફરિયાદ નોંધવાની માગ કરવામાં આવી છે જોકે આ સમગ્ર બાબતે ગુજરાત માજી સૈનિક સંગઠન પ્રમુખ જીતેન્દ્ર નિમાવતે આપી પ્રતિક્રિયા.