સોનગઢ તાલુકાના મલંગદેવ ગામે ખેતરમાં ગયેલા આધેડને સાપ એ ડંખ મારતા મોત નિપજ્યું.તાપી જિલ્લાના મલંગદેવ ગામેથી બુધવારના રોજ 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ સોનગઢ તાલુકાના મલંગદેવ ગામના આધેડ રતન ગામીત તેમના દીકરા સાથે ખેતરમાં ઘાસચારો જોવા માટે ગયા હતા.ત્યારે અચાનક ઝેરી સાપ એ ડંખ માર્યો હતો.બાદમાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.