દ્વારકા જીલ્લાના જુના તથીયા ગામે વીજ પોલ ઊભા કરતી ખાનગી કંપની સામે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો.. સથાનિક લોકોના આરોપ છે કે કે. પી. એનર્જી અને અવાડા પ્રાઇવેટ લિમિટેડ નામની ખાનગી કંપનીઓ સંમતિ વગર અને બળજબરીથી વીજ પોલ, વીજ કનેક્શન તથા સપ્લાય લાઈનો બેસાડી રહી છે. આ મુદ્દે આક્રોશિત થયેલા ગ્રામજનોમાં આશરે 100 જેટલાં લોકોએ જિલ્લાના કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી અને તાત્કાલિક કામગીરી અટકાવવા માંગ કરી..