રાજપીપળા દરબાર રોડ પર અનેક ઠેકાણે રસ્તા ની વચ્ચે જ બેસતી ગાયો ના કારણે ત્યાંથી ટુ વ્હીલ પણ પસાર કરવું ભારે પડી રહ્યું છે, આમ તો આખો દિવસ આ ગાયો શહેર માં રખડતી જોવા મળે છે જેમાં મુખ્ય માર્ગ કે નાની નાની ગલીઓ માં પણ ખડકલો જમાવી બેસતી આ ગાયો થી લોકો કંટાળી ગયા છે. જેમાં ક્યારેક બે આખલા બાથ ભીડે ત્યારે આમતેમ નાસભાગ કરતા ગલીઓ માં ઘર બહાર પાર્ક કરેલા વાહનો ને પણ નુકશાન થાય છે, સાથે સાથે નાના બાળકો કે વૃદ્ધો માટે પણ આ લડતા આખલા જોખમરૂપ છે.