સરદાર સરોવર નર્મદા ડેમની હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે તેની સામે હાલ 135.38 મીટર નોંધાય છે ત્યારે ભયજનક સપાટી પહોંચવા માટે માત્ર ત્રણ મીટર બાકી રહી છે. પાણીની આવક - 1,18,468.00 ક્યુસેક, નદીમાં પાણીની જાવક - 95,111 ક્યુસેક, કેનાલમાં પાણીની જાવક - 23021.00 ક્યુસેક,હાલ સરદાર સરોવર ડેમના 10 દરવાજા 72 સે.મી ખુલ્લા રાખવામાં આવ્યા છે.