હાલોલના અભેટવા ગામે એક ખેડૂત પ્રકાશભાઈ રાઠોડને વીજ કરંટ લાગતા તે ઇજાગ્રસ્ત બન્યા હતા.ખેડૂતે પશુઓને ખેતરમાં પ્રવેશતા અટકાવવા લગાવેલા ઝટકા મશીનનો કરંટ ખેડૂતને પોતાને જ લાગી જતા દોડધામ મચી જવા પામી હતી જ્યારે 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત પ્રકાશભાઈને હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા