અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતા હેઠળ આજે બપોરના અરસામાં તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોના 7 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જે તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો.