સમગ્ર ભારતવર્ષમાં શ્રાવણ વદ અમાસને શનિવાર શનેશ્વરી અમાસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.શ્રાવણ માસના છેલ્લા દિવસે મોડાસાના લીંભોઈ ગામના શનિદેવ મંદિરે અમાસની ઉજવણી કરવામાં આવી હતી મોડાસા તથા આજુબાજુના વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શનિદેવના દર્શને ઉંમટી પડ્યા હતા અને શનિદેવની રિઝવવા માટે કાળા તલ કાળા વસ્ત્ર અને તેલ ચઢાવી અને મહા આરતીનો લહાવો લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.