તાપી જિલ્લાના અધિક કલેકટર દ્વારા આગામી તહેવારને અનુલક્ષીને જાહેર સુલેહ, શાંતિ અને સલામતિ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું.તાપી જિલ્લાના અધિક નિવાસી કલેકટર દ્વારા ગુરુવારના રોજ 12 કલાકની આસપાસ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જેમાં આગામી દિવસોમાં યોજાનાર ગણેશ વિસર્જન યાત્રા અને ઇદે મિલાદ ને અનુલક્ષીને સુલેહ શાંતિ જળવાઈ રહે એ માટે અલગ અલગ મુદ્દા આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.