અમદાવાદના કાંકરિયા શાળા નંબર 8 નજીક, આદિત્યનગર સોસાયટી પાસે એક AMC નો સેપ્ટિક સક્શન કમ જેટિંગ મશીન ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે શુક્રવારે 12 વાગ્યાની આસપાસ ગટરના ઢાંકણા નજીકનો રોડ બેસી જતા ટ્રક ફસાયો. જો કે આ ટ્રક ફસાયા બાદ નમી જતા ત્યાં નજીકની એક દિવાલનો ભાગ ધરાશાઈ થયો, આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી..