વડાલી નગરપાલિકા હસ્તકના નગરપાલિકાના જર્જરિત મકાનમાં આવેલ જનસેવા કેન્દ્રની ઓફિસના પીઓપીના પોપડા નીચે ખરી પડ્યા હતા ત્યારે સદનસીબે કર્મચારી અંદર હાજર ન હોવાથી કોઈ મોટી જાનહાનિ થઈ નથી. ત્યારે સમગ્ર વડાલી નગરપાલિકા નું મકાન જર્જરિત હાલતમાં છે તેથી શહેરીજનો અને કર્મચારીઓની માંગ છે કે આ મકાનની જગ્યાએ નવું બિલ્ડીંગ બને અને હાલ કામ ચલાઉ ધોરણે તમામ ઓફિસો અન્યત્ર ખસેડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.આ બાબત નો વિડીયો પણ ગઈકાલે બે વાગ્યા સો.મીડિયા સેર થયો હતો.