અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ કેસમાં ક્રાઇમ બ્રાંચની પત્રકાર પરિષદ યોજાઇ. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત પટેલનું શુક્રવારે 3.30 કલાકે નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે, હત્યામાં વાપરવામાં આવેલ હથિયાર જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓની પૂછપરછમાં અનેક ખુલાસા થવાની શક્યતા છે.