સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલ જ્યોતિનગર તેમજ આસપાસના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ મામલે જાગૃત નાગરિક કમલેશ કોટેચાએ વિડિયો વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી અને લોકોને તાત્કાલિક પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવે તેવી રજૂઆત કરી હતી.