દાહોદના ગરબાડા ચોકડી નજીક બાઈક ચાલકને ટ્રકે અડફેટે લેતા તેનું સારવાર પહેલાજ મોત નીપજ્યું દાહોદના અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે ઉપર આવેલી ગરબાડા ચોકડી નજીક આજે મધ્યપ્રદેશના પીથમપુર ગામનો યુવકને અકસ્માત નડતા તેનું મોત નીપજવા પામ્યું છે એક ટ્રક ચાલકે પુર ઝડપે ટ્રક દોડાવી લાવી વિજય પાળિયા નામના ઈસમને અડફેટે લેતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 ને ફોન કરતા એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી.