વાલિયાના જીન કમ્પાઉન્ડ સ્થિત વાલિયા રુદ્રપુરી કો-ઓપરેટિવ મલ્ટી પરપઝ સોસાયટી લિમિટેડના કાર્યાલય બહાર 76મી સામાન્ય સભા ચેરમેન રાજુભાઇ વસાવાની અધ્યક્ષતામાં મળી હતી.જેમાં વિવિધ એજન્ડા મુજબ ચર્ચા વિચારણા કરવામાં આવી અને સર્વાનુમતે એજન્ડાને મંજૂરી આપવામાં આવી હતી.આ સામાન્ય સભામાં વાઇસ ચેરમેન પ્રવિણસિંહ સુરતીયા અને મેનેજર જીતેન્દ્રસિંહ એચ.બોરસિયા તેમજ ડિરેક્ટર્સ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.