સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે મહત્વનો નિર્ણય લીધો છે. પોશીના, ખેડબ્રહ્મા અને વિજયનગર પંથકમાં આજે (સોમવાર) શાળા અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.