કુકરમુંડા તાલુકાના આમોદા થી મૌલિપાડા તરફ જતા માર્ગ પર બોલેરો ગાડીમાં આગ લાગતા ફરિયાદ નોંધાઈ.તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ આમોદા થી મૌલિપાડા તરફ જતા માર્ગ પર બોલેરો પિક અપ ગાડીમાં અચાનક આગ લાગી જતા નુકશાન થવા પામ્યું હતું.જોકે બનાવમાં જાનહાનિ ટળતા રાહત થઈ હતી.બનાવને લઈ અશ્વિન તડવી એ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.