પોરબંદર માં રહેતી ૬ વર્ષીય બાળકીના વાલીએ ગઈકાલે કમલાબાગ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેની બાળકી કુદરતી હાજતે ઘર પાસે ગઈ હતી ત્યારે નવી ખડપીઠ વિસ્તાર માં દેવીપુજક વાસ માં રહેતા બાદલ ઉમેશ સોલંકી નામના શખ્સ તેનું અપહરણ કરી પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં કપડા ઉતારી દુષ્કર્મ આચર્યું હતું જેથી પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.