સાવરકુંડલા–રાજકોટ નવી બસ સેવાનું લોકાર્પણ, નાગરિકોને મળશે આરામદાયક મુસાફરીની સુવિધા અમરેલી જીલ્લાના સાવરકુંડલા શહેરને રાજકોટ સાથે સીધા જોડી રહેલી નવી બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સેવા શરૂ થતાં સાવરકુંડલા તથા આસપાસના વિસ્તારના નાગરિકોને આરામદાયક, સલામત તેમજ સમયસર મુસાફરીની નવી સુવિધા મળી રહેશે.નવી બસ સેવા શરૂ થતાં સ્થાનિક જનતામાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. નાગરિકોએ સરકાર તથા પરિવહન વિભાગનો આજે બપોરે 3 કલાકે આભાર વ્યક્ત કર્યો હતો.