This browser does not support the video element.
દસાડા: દસાડા ના ગેડિયા ગામે પોલીસ અને PGVCLની ટીમ દ્વારા સંયુક્ત ચેકીંગ હાથ ધરાયુ
Dasada, Surendranagar | Sep 4, 2025
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને PGVCLની સંયુક્ત ટીમે માલવણ પોલીસ સ્ટેશનના ગેડીયા ગામે કોમ્બિંગ દરમિયાન પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીના રહેણાક મકાનની તપાસ કરી. તપાસમાં ગેરકાયદે ઇલેક્ટ્રિક જોડાણ જણાતા PGVCLની ટીમે આરોપીને રૂ. 2,58,000/-નો દંડ ફટકાર્યો. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના મુજબ LCB, SOG અને માલવણ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી.