ભાવનગરના રાજવી પરિવાર દ્વારા ભાવનગરની જનતાને પીવાના પાણી માટે ગૌરીશંકર તળાવ જે હાલ બોર તળાવ તરીકે ઓળખાય છે, જેમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીની સતત આવક થઈ રહી છે ત્યારે હવે બોરતળાવ છલકસપાટીએ જોવા મળી રહ્યુ છે, પરંતુ બોર તળાવમાં સાફ-સફાઈ ના અભાવે તળાવનો તમામ કચરો હાલ ડેમના દરવાજા પાસે પહોંચ્યો છે ત્યારે જો કચરાની સફાઈ કરવામાં નહીં આવે તો ઓટોમેટિક દરવાજામાં કચરો ફસાઈ જવાથી પાણી વહી જવાની ભીતિ છે, ત્યારે તાત્કાલીક સફાઈ કરવાની માંગ ઉઠી છે