વિજાપુર કોંગ્રેસ કાર્યલય ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ બુધવારે સવારે અગિયાર થી એક કલાક સુધી જન અધિકાર અભિયાન કાર્યક્રમ જીલ્લા કોંગ્રસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોર અધ્યક્ષતા માં યોજાયો હતો.લોકશાહી બચાવવા માટે તાલુકા,શહેર ના કાર્યકરો ને અપીલ કરી હતી.કોંગ્રેસ સમિતિના ડી.ડી રાઠોડ કાર્યાલય મંત્રી તેમજ એલ એસ રાઠોડ પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ પ્રતીક બારોટ પ્રમુખ શહેર પ્રમુખ તેમજ અમિતજી ઠાકોર યુવા પ્રમુખ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.