7 મી જૂન શનિવારના રોજ મુસ્લિમોના પાવન પર્વ બકરી ઈદનો તહેવાર છે. જેને લઈને હાલોલ નગર ખાતે મુસ્લિમોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત આજે ગુરુવારે મોડી સાંજે હાલોલ ટાઉન પોલીસ દ્વારા નગર ખાતે ફુટ પેટ્રોલિંગ કરાયું હતું. જેમાં હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ અને પીઆઈ કે.એ. ચૌધરી સહિત પોલીસ કર્મચારીઓ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.