વ્યારા શહેરના કાનપુરામાં આવેલ સાંઈનાથ ગણેશ મંડળ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.તાપી જિલ્લાના વ્યારા શહેરના કાનપુરા વિસ્તારના યુવક મંડળ દ્વારા સંચાલિત સાંઈનાથ ગણેશ મંડળ ખાતે સવારે 10 કલાકથી રક્તદાન કેમ્પ શરૂ થયો હતો.જેમાં 51 જેટલી રક્ત બોટલ એકત્ર થઈ હતી.જે યુવક મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવતા ભક્તિ સાથે સેવાની ભાવના જોવા મળી હતી.