રાજપીપળા થી રામગઢને જોડતો કરજણ બ્રિજ અવળજવણ માટે ઘણા સમયથી બંધ કરી દેવામાં આવ્યો છે. જેમ કે તેના પિલ્લર નમી ગયા છે અને ગમે ત્યારે પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. પાણી વધુ આવવાના કારણે વધુ પિલ્લર બેસી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને આ હવે વધુ જોખમી જોવા મળી રહ્યું છે રાજપીપળા કરજણ નદી બે કાંઠે વહેતી જોવા મળી છે.